ટ્રાયલ માટે કોરોના વેક્સિન હવાઈ માર્ગે આવશે ગુજરાત મા, જાણો કેટલા લોકો પર કરાશે ટ્રાયલ

coronavirus vaccine trial in ahmedabad

કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના આ જીવલેણ રોગચાળા થી બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે. ત્યારે હવે આ કો-વેક્સિન વહેલી તકે ગુજરાત આવશે. આગામી 2 દિવસમાં કો-વેક્સિનને અમદાવાદ લવાશે.

  • કોરોના માટે ટ્રાયલ વેક્સિન ગુજરાતમાં આવશે
  • આગામી 2 દિવસમાં કો-વેક્સિન અમદાવાદ પહોંચશે
  • પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે

કોરોનાના કેર વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના માટે ટ્રાયલ વેક્સિન ગુજરાતમાં આવશે. આગામી ફક્ત 2 દિવસમાં હવાઈ માર્ગે કોરોના પર ટ્રાયલ માટે વેક્સિન ગુજરાત લવાશે. કો-વેક્સિનને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે. હોસ્પિટલ ના તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કરાયા છે. આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોરોના વેક્સિન સંદર્ભે બેઠક યોજાશે.

મહત્વનું છે કે, કોરોનાની વેક્સિન મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ બેઠક યોજી હતી. દેશમાં કોલ્ડ સ્ટોરેજની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વેક્સિન આપવાની સ્ટ્રેટેજી મુદ્દે ચર્ચા કરી હતી. વેક્સિનના સંગ્રહ માટે PM મોદીએ બેઠક યોજી હતી.

જાણો દેશમાં કોને પહેલા અપાશે વેક્સિન?

આજે કોરોના વેક્સિન મામલે સ્વાસ્થ્ય ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, વિશ્વભરમાં 250 કોરોના વેક્સિનની કંપની છે, 30ની નજર ભારત પર છે. દેશમાં 5 વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે.2021ના પ્રથમ 3 મહિનામાં વેક્સિન મળશે. સપ્ટેમ્બર 2021 સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કરોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. પોલીસ, ફ્રન્ટ લાઈનના વર્કર અને પેરામિલિટ્રી ફોર્સને વેક્સિન અપાશે. બાદમાં 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન અપાશે. બાદમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાશે. ત્યાર બાદમાં 50 વર્ષથી નીચેની ઉંમરના લોકોને વેક્સિન અપાશે.

જાણો: તમારું બ્લડ પ્રેશર કઈ રીતે કંટ્રોલ માં રહેશે

કોરોનાની વેક્સિનના પરિવહન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 

કોરોનાની વેક્સિનના પરિવહન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ, વિમાન અને કાર્ગો કંપનીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી વર્ષે નાગરિકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવા તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ એરપોર્ટના અધિકારીઓ મુજબ ઓપરેટરોને અનુકૂળ ટાઈમ સ્લોટ અપાશે. દિલ્હીમાં માઈનસ 20 ડિગ્રીમાં સામાન રાખવા માટેની ચેમ્બર તૈયાર રખાઈ છે. એર કાર્ગો ઓપરેટરોના મતે વેક્સિનને ઓછા સમયમાં પહોંચાડવાનું કામ પડકારજનક છે પણ શક્ય છે. મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, પૂણે, કોલકાતા, દિલ્હી, બેંગાલુરુમાં વિશેષ ફાર્મા કન્ડીશન સ્ટોર રૂમ તૈયાર કરાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે 
સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Post a Comment

0 Comments