હવે ગૂગલ મેપ મા મળશે નવા ફિચર, કોરોનાથી બચવા થશે નવા ફિચર ઉપયોગી

 

google maps new features 2020

કોરોના મહામારીમાં ડિજિટલ સાધનો ઘણાં અંશે ઉપયોગી નિવડી રહ્યાં છે. પરંતુ હવે ડિજિટલ ક્ષેત્રે સંકળાયેલી કંપની ગૂગલ હવે કંઈ એવું લાવી રહ્યું છે જે આપને ખુબ જ ઉપયોગી થઈ શકે છે. 

  • ગૂગલ મેપ પોતાના મેપની અંદર કેટલાક નવા ફિચર લાવી રહી છે. આ ફિચનું નામ છે કોવિડ-19 લેયર. આ ફિચર કોરોનાના સંક્રમણથી બચવા ફાયદાકારક બની શકે તેમ છે.

ગૂગલ મેપના આ ફિચરમાં સ્થાનિક તંત્રની મદદથી લોકોને ભીડભાડવાળા વિસ્તારની જાણકારી મળી શકે તેવી સુવિધા હશે. આ નવા ફિચરથી લોકો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે તેવી સુવિધા હશે. જેનાથી યુઝર પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રાખી શકે છે.

ગૂગલ મેપના આવી રહેલા નવા ફિચર નો ઉપયોગ કરવા માટે યૂઝર એ એપ્લિકેશનમાં જઈ લેયર બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. જે એપ્લિકેશનમાં નીચે જમણી બાજૂ સર્ચ બારમાં રહેશે ત્યારબાદ કોવિડ-19 ઈન્ફો બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પહેલા પણ ગૂગલે મેપમાં એક ફિચર એડ કર્યું હતું જેનાથી યૂઝરને કન્ટેનમેન્ટ ઝોનની માહિતી સરળતાથી મળી રહેતી હતી. આમ કન્ટેનમેન્ટ ઝોનના સંપર્કથી બચી શકાય છે.

સાથે જ ગૂગલ એપ ફિચર લાવી રહ્યું છે જેને ગૂગલ આસિસ્ટંટ ડ્રાઈવિંગ મોડ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ ફિચરનો લાભ ભારતના યુઝરને અત્યારે મળવાનો નથી. તે સૌ પહેલા અમેરિકાના યુઝર્સ માટે રહેશે, બાદમાં કંપની તેને ભારત સહિતના દેશો માટે પણ લાવી શકે છે. આ ફિચરનો ફાયદો એવો રહેશે કે યુઝરને ઘરમાંથી બહાર નિકળતા પહેલા તમારે પબ્લિક પ્લેસ અને ટ્રાંસપોર્ટ જેવા કે બસ, ટ્રેન કે ભીડ વાળા સ્થળો પર કોવિડ-19 સંક્રમિતો વિશે પહેલાથી જ પૂરી માહિતી ની જાણ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે 
સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Post a Comment

0 Comments