- પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં યોજાય છે કાર્યક્રમ
- વર્ષ 2008 માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી શરૂઆત
- 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્યક્રમ
અમદાવાદ: શહેરની ઓળખ સમા કાંકરિયા પર યોજાતા કાર્નિવલ (Kankaria Carnival) ને આ વર્ષે કોરોના ને કારણે ગ્રહણ લાગ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ વર્ષે કાર્નિવલ કાર્યક્રમ યોજવામાં નહીં આવે તે અંગે મેયર અમદાવાદ બિજલ પટેલે જાહેરાત કરી હતી.
25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધન એવા અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ હોવાથી તેમની સ્મૃતિમાં કાંકરિયા કાર્નિવલ નું આયોજન શરૂ કરાયું હતું. વર્ષ ૨૦૦૮ માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ હતી. દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હતા. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ વધતું હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડ લાઈન મુજબ ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પર પ્રતિબંધની જાહેરાત કરતા અમદાવાદ ના મેયર બિજલ પટેલે જણાવ્યું કે દુનિયા, દેશ અને શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના કાયદા અનુસાર એક જગ્યા પર મર્યાદિત સંખ્યા કરતાં વધારે લોકો ભેગા થાય તે હિતાવહ નથી. શહેરીજનોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલ માં દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. વર્ષ 2017-૧૮ માં કાર્નિવલ પાછળ રૂ.4 કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા હતા. વર્ષ 2018-19માં આ રકમ વધીને 5.50 કરોડ પહોંચી ગઇ હતી. જ્યારે વર્ષ 2019-20માં કાંકરિયા કાર્નિવલ પાછળ 7.50 કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ



0 Comments