સુરતઃ બસ હવે આટલુ જ બાકી રહ્યું હતું, ના ડોક્ટરની ઝંઝટ, ના નર્સની… દેશને ચલાવનારા ભાજપના લગભગ અભણ નેતા (5th pass Dr. MLA)દર્દીને સાજા કરી દેશે! હાં અત્યારે તો અવું જ લાગી લહ્યું છે. કારણ કે એક ફોટો વાયરલ થયો છે. જેમાં માસ્ક પહેરેલી એક વ્યક્તિ કોઇ હોસ્પિટલમાં પથારીએ પડેલા દર્દીને એક અનુભવી ડોક્ટરની જેમ ઇંજેક્શન આપવાની તૈયારી કરી રહી છે. સાથે નર્સિંગ સ્ટાફ પણ છે. ખરેખર તો તે વ્યક્તિ કોઇ ડોક્ટર નથી કે નથીય નર્સ.
વાસ્તવમાં આ ભાઇ સુરત પાસેના કામરેજ તાલુકાના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા છે. તેઓ સુરત મહાનગર પાલિકા હેઠળ ચાલતા સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થાપવામાં આવેલા ઓક્સિજનયુક્ત કોવિડ કેર સેન્ટરમાં પહોંચ્યા હતા અને દર્દીને ઇંજેક્શન આપી રહ્યા હતા.
વાત ઇંજેક્શન આપવા પુરતી નથી. તેના માટે ડોક્ટરી કરેલી હોવી જરૂરી નથી. પરંતુ નર્સિંગ કોર્સ તો કરવું જ પડે. નહીંતર દર્દીને સાજો થવાને બદલે ઉપર પહોંચવાના કે ખોડખાંપણ થવાના ચાંસિસ વધુ છે.
હવે જાણીએ વીડી ઝાલાવાડિયાના શિક્ષણ વિષે, તેઓ માત્ર 5 ચોપડી ભણેલા (5th pass Dr. MLA)છે. છતાં શા મેટે તેમણે કોવિડ કેર સેન્ટરમાં દર્દીને ઇંજેક્શન આપવાનું જોખમ લીધુ હશે? તે તો તેઓ પોતે અથવા સુરતમાં સત્તા ભોગવી રહેલો ભાજપ કે પછી ભગવાન જાણે.
પરંતુ હાલ તો વીડી ઝાલાવાડિયાનો આ ડોક્ટર સ્વરૂપ ફોટો/વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો ટીકાની સાથે મજાક પણ કરી રહ્યા છે. આરોગ્ય જગત પણ સ્તબ્ધ છે.
0 Comments