નીતિન પટેલના મતવિસ્તારમાં AAP ની ફૂંક ચાલી ગઈ- મોટી સંખ્યામાં યુવાવર્ગ જોડાયો કેજરીવાલની પાર્ટીમાં


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 14 તારીખે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જ્યાં અમદવાદ પહોચીને તેઓ આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે. જયારે કેટલાક મોટા માથાના નેતાઓ પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા સમાચાર પ્રસરતા થયા છે. જયારે કેજરીવાલના આગમનને કારણે મહેસાણામાંથી 50 જેટલા યુવા-યુવતીઓએ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જયારે ગઈકાલના રોજ મળેલી પાટીદારોની મહાપંચાયત બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે, દિલ્લીમાં આમ આદમી પાર્ટી સારું કાર્ય કરી રહી છે, તેમના પ્રયોગો વધુ સફળ થયા છે.

નરેશ પટેલના નિવેદનથી આમ આદમી પાર્ટીના કાર્યકરો માં એક ઉર્જા જાગી છે અને એક નવો આશાવાદ જન્મ્યો છે. જયારે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી વધુ મજબુત બની રહી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને લોકો આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે અને અનેક લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને વધુ મજબુત બનાવવા માટે મહેસાણા જિલ્લાના પ્રમુખ જીગ્નેશ પટેલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાઇ રહ્યા છે અને જેમ બને એમ વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા આહવાન કરવામાં આવી રહ્યું છે. જયારે મહેસાણા જીલ્લાના ગોઝારીયા ગામના 50 જેટલા યુવક અને યુવતીઓએ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Post a Comment

0 Comments