વિશ્વના સૌથી વધુ શ્રીમંત (એમેઝોનના સીઇઓ) જેફ બેઝોસ રાજીનામું આપશે


એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ ૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ સીઈઓનું પદ છોડશે. જેફ બેઝોસ પછી એમેઝોન એક્ઝિક્યુટિવ એન્ડી જેસી આ પદ સંભાળશે. જેફ બેઝોસે આશરે ૨૭ વર્ષ પહેલા ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તકો વેચવા સાથે આ કંપ્ની શરૂ કરી હતી અને કંપ્નીને આ મુકામ પર લાવવામાં કોઈ કસર છોડી નથી.

એક નિવેદનમાં બેઝોસે જણાવ્યું હતું કે મેં બરાબર ૨૭ વર્ષ પહેલા ૧૯૯૪ માં ૫ જુલાઈએ મારી કંપ્ની સ્થાપી હતી અને ૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ હું મારું પદ છોડીશ. ખૂબ ભાવુક થઇ શેરહોલ્ડરોને આ વિશે માહિતી આપી હતી આ સિવાય તેમણે જણાવ્યું હતું કે તેઓ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન સ્પેસ શિપ કંપ્ની, એમેઝોન ડે વન વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ જેવા અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે.

જાણો: ફરીથી શરૂ થશે આઇપીએલ, ભારતની જગ્યાએ આ દેશમાં રમાશે બાકી બચેલી મેચો

ફેબ્રુઆરીમાં જેફ બેઝોસે એક સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ એન્ડી જેસીને એમેઝોનના નવા સીઇઓ બનાવશે. જેસીએ તેમની ઇનિંગની શરૂઆત વર્ષ ૧૯૯૭ માં એમેઝોન સાથે કરી હતી. કંપ્નીની વેબસાઇટ અનુસાર તેમણે હોવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેણે એમેઝોન વેબ સેવાઓ શરૂ કરી જે બાદમાં ક્લાઉડ પ્લેટફોર્મમાં ફેરવાયું હતું, કંપ્નીના લાખો યુઝર્સ છે. જેસીની હાલની જવાબદારીઓ કોને સોંપવામાં આવશે તે કંપનીએ જણાવ્યું નથી.


અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Post a Comment

0 Comments