CM કેજરીવાલનો PM મોદીને પ્રશ્ન- ‘પિઝાની હોમ ડિલીવરી થઈ શકે છે, તો ઘર-ઘર રાશન કેમ નહીં?


નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં 72 લાખ પરિવારોને લાભ આપનારી ડોર સ્ટેપ ડિલિવરી ઓફ રાશન સ્કીમ (Doorstep Delivery Of Ration Scheme) પર કેન્દ્ર સરકાર દ્વારા એક વખત ફરીથી રોક લગાવવા પર કેજરીવાલ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં આ સપ્તાહથી ઘર-ઘર રાશન પહોંચાડવાની યોજના શરૂ થવાની હતી. આ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ પહેલા જ તેના પર રોક લગાવી દેવામાં આવી છે.


કેન્દ્રનો દાવો છે કે, અમે મંજૂરી જ નથી લીધી, પરંતુ અમે 5 વખત મંજૂરી માંગી છે. કાયદેસર રીતે અમારે કેન્દ્ર સરકારની મંજૂરીની આવશ્યક્તા નથી, પરંતુ અમે શિષ્ટાચારને પગલે આવું કર્યું. રાશનની હોમ ડિલીવરી કેમ ના થવી જોઈએ? આપ રાશન માફિયા સાથે ઉભા રહેશો, તો ગરીબોની સાથે કોણ ઉભુ રહેશે? એવા 70 લાખ ગરીબોનું શું થશે? જેમનું રાશન આ રાશન માફિયાઓ ચોરી કરી લે છે. (Doorstep Delivery Of Ration Scheme)


કેજરીવાલનું કહેવું છે કે, રાશન માફિયા શક્તિશાળી છે. છેલ્લા 75 વર્ષથી આ દેશની પ્રજા રાશન માફિયાનો ભોગ બનતી આવી છે. 17 વર્ષ પહેલા મેં આ રાશન માફિયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. અમે ઘર-ઘર રાશન પહોંચાડવા માટેની યોજના લઈને આવ્યા, પરંતુ રાશન માફિયાના ડરથી સરકાર તેને રોકી રહી છે. મુખ્યમંત્રીએ પૂછ્યું કે, જો પિઝાની હોમ ડિલીવરી થઈ શકે છે, તો રાશનની કેમ નહીં?

તેઓ કોઈ અન્ય યોજના અંતર્ગત પણ આવું કરી શકે છે. ભારત સરકાર નક્કી કરેલા દર મુજબ તેના માટે રાશન પૂરૂ પાડશે. આવું કહેવું ખોટું છે કે, કેન્દ્ર સરકાર કોઈને કશું કરતાં અટકાવી રહી છે. કેન્દ્ર સરકાર દિલ્હીને આ માટે વધારાનું રાશન ફાળવવા માટે પણ તૈયાર છે પછી તેને ગમે તેમ વિતરણ કરે. કેન્દ્ર સરકાર કોઈ પણ જનકલ્યાણકારી યોજનાઓથી નાગરિકોને વંચિત કેમ કરવા માંગશે? (Doorstep Delivery Of Ration Scheme)

Post a Comment

0 Comments