લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકારને અપીલ કરી, ગીરના માલધારીઓની સ્થિતિ અતિ ગંભીર છે, ગીરના લોકોએ ક્યારેય સરકાર પાસે મદદ માગી નથી પહેલીવાર સહાયની જરૂર પડી છે
- ગીરના માલધારીઓને મદદ કરવા અપીલ
- લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકારને કરી અપીલ
- વીડિયો શેર કરી માલધારીઓની વેદના વ્યક્ત કરી
ગીરના માલધારીઓને મદદ કરવા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકારને અપીલ કરી છે. વીડિયો શેર કરી માલધારીઓની વેદના વ્યક્ત કરી છે. સૌથી પહેલા પશુઓ માટે ઘાસચારો પહોંચાડવા માગણી કરી છે. સરકાર તાત્કાલિક ઘાસચારો ન પહોંચાડે તો હજારો પશુઓ મરશે તેવી વાત પણ કરી છે. ગીરના માલધારીઓની સ્થિતી અતિ ગંભીર હોવાની પણ વાત કરી છે. ગીરના લોકોએ ક્યારેય સરકાર પાસે મદદ માગી નથી. પહેલીવાર સહાયની જરૂર પડી છે.
ગીરસોમનાથના ઊના પંથકમાં તૌકતેએ તબાહી સર્જી છે. તેના કારણે ઉના પંથકમાં હજુ પણ જનજીવન યથાવત થયું નથી. ઊનાના દેલવાડામાં હજુ પણ વીજ પૂરવઠો બંધ છે. આથી અનાજ દળવાની ઘંટીના સંચાલક ભાવનગરથી જનરેટર ખરીદી લાવ્યા છે. ગામના તથા આસપાસના લોકો અનાજ દળાવવા અહીં આવે છે. દેલવાડામાં રાત-દિવસ અનાજ દળવાનું ચાલું છે.


0 Comments