ગુજરાતના રાજકારણમાં આવશે વાવાઝોડું,ખોડલધામ ના નરેશ પટેલે આપના વખાણ કર્યા,તો 14મી એ અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં ધામા


સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 93 લાખ અને 77 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 16 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે ગુજરાત ના રાજકારણ માં વાવાઝોડું આવશે તે નક્કી છે.ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે.

ગઈકાલે જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આગામી 15મી જૂને ભાજપની સંગઠનની બેઠક મળવાની છે. એ પહેલાં જ આજે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં નરેશ પટેલે ‘આપ’નું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે.


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે, જેના ઉદઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ભૂતપૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જોડાવાની શક્યતા છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.

ગુજરાતમાં થઈ રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આજે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી કૌશિક પટેલ ભૂપેન્દ્ર યાદવને મળવા પહોંચ્યા હતા. એમાં ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ અને એમ.એસ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે, જેમાં ભાજપના નેતાઓને બહાર નીકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.

આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે, જેમાં નરેશ પટેલે હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

આ બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના પાટીદાર મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.  નરેશ પટેલે જણાવ્યું કે, અમે થોડા દિવસ પહેલા ઉંઝા દર્શન કરવા માટે ગયા હતા. ઊંઝામાં જે મુદ્દાઓની ચર્ચા કરી હતી, તે મુદ્દાઓ અંગે આજે ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. રાજ્યને કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી નથી મળ્યા નથી. કોઈ સમાજ એવુ ન ઈચ્છે કે તેમનો વ્યક્તિ મુખ્યમંત્રી ન બને. દરેક સમાજને એમ હોય કે, પોતાના સમાજના નેતા મુખ્યમંત્રી બને. પાટીદાર સમાજના મુખ્યમંત્રી પણ હોવા જોઈએ. 

Post a Comment

0 Comments